ક્યાં હવે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે, ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે, આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે, બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે, કે ખરેખર ઝંખના પ્રગટી હશે